Saturday, September 14, 2013

Mali jaav ekvaar ke chelli mulaqat udhar che....

1236169_441004532681723_1175892590_n.jpg (699×459)


મળી જાવ એકવાર કે છેલ્લી મુલાકાત ઉધાર છે, 
મળી જાવે એકવાર કે મરણની એ રાત ઉધાર છે. 

ઝખ્મો તમે આપેલા સાચવ્યા છે મેં મારા હૈયામાં, 
બસ નીકળે આ કઠોર જીવ છેલ્લી ઘાત ઉધાર છે. 

દરેક શબ્દ તીરની જેમ ખુંપેલો છે મન પર હજુય,
તમારા મ્હેણાંટોણાની એ છેલ્લી સોગાત ઉધાર છે.

અવસર આપો કે તમેય સમજી શકો, મારા પ્રેમને,
મારી વફાદારી સાબિત કરવાનો સંવાદ ઉધાર છે.

ન સમજશો કે ગઝલ ખત્મ ને બધું ખત્મ 'અખ્તર',
ઘણી કહેવાની છે બાકી ને ઘણીય વાત ઉધાર છે.

~'અખ્તર'